પડી ગઈ, પડી ગઈ, પડી ગઈ, બસ આવી એવી એ પડી ગઈ
પડી ના સમજ, ક્યાંથી આવી, કેમ આવી, ક્યારે આવી એ પડી ગઈ
શું થયું, કેમ થયું, કેવી રીતે બન્યું, સમજ એની તો ના પડી ગઈ
આવી એ જીવનમાં, હૈયાંમાં એવી તો એ ખૂબ સમાઈ ગઈ
દુઃખ દર્દના દ્વારે આવીને, જીવનમાં એને એ તો હડસેલી ગઈ
રસ્તા હતા એના તો એવા, એમાં ને એમાં સહુને એ ઘસડી ગઈ
ચિંતા, દુઃખને એ ત્યાં ને ત્યાં, એવા એ તો ભુલાવી ગઈ
હતી સાહજિક્તા તો એમાં, દૃષ્ટિ ત્યાં ને ત્યાં એ બદલી ગઈ
ચાહ્યું એને જીવનનું અંગ બનાવવા, ના એ અટકી, પાછી સરકી ગઈ
હતી આ તો મજાની મજાની તો વાત, આવી એવી એ તો પડી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)