ચાર ચાર દિશાઓમાં એ તો ચરતી ને ચરતી જાય
તોયે ગાય એ તો ના કહેવાય, ના કહેવાય
ચાર દિશાઓ તો છે રે એના આંચળ ચાર - તોયે...
દિશાએ દિશાએ એ ફરતું ને ચરતું તો જાય - તોયે...
ક્યારે કઈ દિશામાં એ તો ચરવા જાય - તોયે...
ચરી ચરી દિશાઓમાં, અનુભવનું અમૃત એનું એ દેતું જાય - તોયે...
ચરશે જેવો એ ચારો, દૂધ એવું એ તો દેતું જાય - તોયે...
ક્યારે, કઈ દિશામાં એ ચરવા જાય, ના એ કહેવાય - તોયે...
ક્યારે, દૂરને દૂર એ ચાલ્યું જાય, આવે પાછું ક્યારે ના કહેવાય - તોયે...
જાય ભલે ચરવા તો જ્યાં, પાછું ત્યાંથી એ આવી જાય - તોયે...
મારું મનડું આવું ને આવું, કરતું ને કરતું તો જાય - તોયે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)