થાવા ના દેજે બંધ તું, કરજે ના બંધ તું, હૈયેથી રે તારા સ્નેહના રે દ્વાર
ઝીલી શકીશ ના તું, માની શકીશ ના તું, જીવનમાં અન્યના તો ઉપકાર
સંજોગે સંજોગે જાગશે તોફાનો જીવનમાં, જોજે એ, કરી જાય ના બંધ એ દ્વાર
ઝીલ્યા હશે જીવનમાં, ઝીલી લેજે રે જીવનમાં, જીવનમાં આ તો પડકાર
થઈ જાશે સંબંધો લુખ્ખા, લાગશે રે એ લુખ્ખા, થઈ જાશે બંધ જ્યાં એ દ્વાર
હટી જાશે ઉમળકા યંત્રવત્, જાશે બની સબંધો, રહેશે ના જીવનમાં ત્યાં સાર
સુકાઈ જાશે જો હૈયેથી સ્નેહના ઝરણા, મળશે ના પ્રભુના તાર સાથે તાર
સ્નેહના ઝરણાં વળ્યાં જ્યાં પ્રભુના પ્રેમમાં, થઈ જાય જીવનનો ત્યાં બેડો પાર
બંધ થાશે ના જો સ્નેહના દ્વાર, જીવનમાં જોડાશે તો પ્રભુના તાર સાથે તાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)