ભૂલજો ના કરવું ભલું રે જીવનમાં, ભૂલજો ના જીવનમાં રે, ભલમનસાઈ
કરશો બૂરું રે જગમાં, કોતરશે હૈયું તમારું, છે કુદરતનો, આ તો ન્યાય
લઈ લઈ શું લઈ જાશો જગમાંથી, કરો નજર એના ઉપર તો એકવાર
અંતરબાહ્ય ઊઠશે તોફાનો રે જીવનમાં, સ્થિર રહેવું એમાં, છે જીવનમાં પડકાર
લોભ લાલચમાં તણાઈ, કરી નાખતો ના બૂરું, પાળજો જીવનમાં તો આ આચાર
ચાહીને કરીશ નુકશાન જીવનમાં અન્યને, થાશે ત્યાં ને ત્યાં તારા પુણ્યનું નુક્સાન
ગણે છે દુશ્મન અન્યને શાને તું તારા, છે જગમાં બધા તો સરખા મહેમાન
છે જ્યાં જગમાં તો તું, જગનો મહેમાન, મેળવી લેજે રે તું તારી સાચી પહેચાન
આવે ને લઈ શકે સાથે, કરજે ભેગું એવું ભાતું, ચૂકજે ના કરવું, જગમાં તો આ કામ
દયા નિધિના કરવા છે દર્શન, બનવું પડશે તારે, દયામય તો આ જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)