રે પ્રભુ, તારી માયામાં તું તો ના ફસાયો રે, ના ફસાયો
શાને રાખી ભટકતી જગમાં તેને, શાને મને એમાં ફસાવ્યો
બાંધી બાંધી જગતમાં માયામાં તેં મને, શાને બાંધી દીધો
તને યાદ કરાવવાને માર્ગ તેં, શાને આવો અપનાવ્યો
તેં અને તેં, તારીને તારી માયામાં મને એવો તો બંઘાવ્યો
થઇ હાલત એમાં તો મારી જોવાની વારી, તારી ને તારી આવી
છીએ નિર્મળ મનના રે અમે તો, તારા ને તારા રે બાળકો
અમારી શક્તિનો રે આંક રે પ્રભુ, તેં કેમ ખોટો લગાવ્યો
જાણતો હતો જો તું પ્રભુ, પડયો સામનો માયાનો કરવ્યો તેં ઊભો
શાને ને શાને મને તેં, ભવોભવથી માયામાં તેં ફસાવ્યો
કહે છે નથી દૂર કોઈ તુજથી, તુજથી દૂર મને શાને તેં રાખ્યો
ચાહું છું સમાવા તારા બાહુમાં, અંતરાય એમાં ના નાંખતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)