ડરતો ને ડરતો જીવનમાં હું તો જાઉં છું, ડરની આદતથી મજબૂર બનતો હું તો જાઉં છું
હવે તો જીવનમાં હું તો, ખુદના પડછાયાથી પણ, ડરતો જાઉં છું, ડરતો જાઉં છું
ડર્યો ના હતો, જીવનમાં મૃત્યુથી હું તો હવે, મરણના વિચારથી પણ, ડરતો હું તો જાઉં છું
અજવાળાં શોધવા ભટક્યો જીવનમાં, અંધકારને જીવનમાં અપનાવતો જીવનમાં હું તો જાઉં છું
નિરાશાઓના માર મળ્યા જીવનમાં, જીવનમાં નિરાશાઓથી હવે, હું તો ડરતો જાઉં છું
સફળતાની સફરે ઊપડયો જીવનમાં, મળી નિષ્ફળતા, હવે નિષ્ફળતાથી ડરતો હું તો જાઉં છું
પ્રેમમાં પીગળી જાવું છે રે જીવનમાં, જીવનમાં વેરથી ડરતો ને ડરતો હું તો જાઉં છું
કર્યા સહન માર શબ્દોના તો જીવનમાં, હવે જીવનમાં શબ્દોથી પણ ડરતો હું તો જાઉં છું
વિચારોથી કર્યા અનર્થ, કંઈક તો જીવનમાં, હવે ખુદના વિચારોથી પણ ડરતો હું તો જાઉં છું
ઇચ્છાઓ મચાવી રહી, ઉત્પાત ખૂબ જીવનમાં, ખુદની ઇચ્છાઓથી પણ, ડરતો હું તો જાઉં છું
નિયમોને નિયમોના બંધનોથી બંધાયો એટલો, હવે નિયમોના બંધનથી, ડરતો હું તો જાઉં છું
ખુદને સાથ ના દઈ શક્યો જીવનમાં, જીવનમાં હવે, સાથને સાથીદારોથી પણ ડરતો હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)