મેળવ્યું છે માનવજીવન તેં તો જગમાં, કર્મોની કિંમત તો ચૂકવી
બનીને ગાંડોતૂર માયામાં રે જીવનમાં, દેતો ના એને, જગમાં તું વેડફી
મહામૂલી છે હરેક ક્ષણ તારા જીવનની, સમજી વિચારી દેજે એને ખર્ચી
કર્મો રહ્યાં ભલે જીવનમાં તો સાથે, દેશે તને ને તને એ તો બાંધી
મેળવી માનવજીવન ભલે થયો તું રાજી, કરી કર્મો એવાં કરજે પ્રભુને રાજી
કરી કર્મો એવા, વધારતો રહ્યો રે જીવનમાં રે તું, ઉપાધિ અને ઉપાધિ
સુખદુઃખ તો છે લેણદેણ જીવનની, નથી જીવનમાં કાંઈ એ તો અટકી
લેતો રહ્યો ભવોભવ દેહ તું જુદા, માલિક રહ્યો એકનો એક લેજે એને સમજી
રહ્યો છે કર્મોને કર્મો કરતો તો તું, રહ્યો છે શાને બહાના તું શોધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)