સુખદુઃખમાં રે તું, બન્યો મારો સંગાથી, છે રે પ્રભુ, તુ તો મારો સાચો સાથી
કહું કે પુકારું તને કોઈ ભી નામથી, ફરક ના પડે રે પ્રભુ, તને એમ કહેવાથી
લડું કે ઝઘડું કે રિસાઉં તારી સાથે, ફરક ના પડે રે કાંઈ તારામાં આમ કરવાથી
મળે ના તું રે જીવનમાં રે કાંઈ, જીવનમાં તો ખોટુંને ખોટું તો કરવાથી
વળશે ના રે, વળ્યું ના કોઈનું જીવનમાં રે, ખોટાને ખોટા વચનો દેવાથી
રહી રહી ઊભો જોયા કરશે રે તું, હૈયાંમાં રે ખોટાને ખોટાં ભાવો ભરવાથી
અજબ અજંપો વધશે રે હૈયાંમાં, તને ને તને રે હૈયેથી દૂર રાખવાથી
કરે ના ભલું ભલે કોઈનુ રે તું, દૂર રહેજે રે જીવનમાં, અન્યને દુઃખ દેવામાંથી
રહેશે ને રહેવાનો છે એ તો સાથી, રાખે ના દૂર, રહો ના દૂર તો એનાથી
પાસે આવ્યા વિના, ના એ તો રહેશે, હૈયે તો સાચાને સાચા ભાવો ભરવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)