મારો વાલીડો તો મારા મનમાં વસ્યો છે, મારા દિલમાં એ તો વસ્યો છે
મારા મનના વિચારોને મારા દિલના ભાવોને એ તો, એમાં નિરખી રહ્યો છે
મૂકે ના મને જરા ભી એ રેઢો, મારી સાથેને સાથે સદા એ તો રહ્યો છે
રહ્યો જ્યારેને જ્યારે હું તો મૂંઝાતો, બની નિરીક્ષક સદા એ તો જોતો રહ્યો છે
કદી ભોગવાવી, કદી માર્ગ કાઢી, મને બહાર એમાંથી એ કાઢતો રહ્યો છે
મારોને મારો દીવાનો બની એ તો, મારી સાથેને સાથે એ ફરતો રહ્યો છે
કાઢયો ના એ નીકળે, કાઢવા જતાં રે એને, છુપાતોને છુપાતો એ તો રહ્યો છે
કદી તેજ બની એવો એ તો પ્રકાશી રહ્યો છે, કદી અંધકારમાં ડુબાડી એ તો રહ્યો છે
કદી યાદ અપાવી એની, એ તો તડપાવી રહ્યો છે, કદી આવી સામે, ખેલ ખેલી રહ્યો છે
ના એના વિના હું તો રહી શકું, ના મારા વિના એ તો રહી શકવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)