કરવો છે રે સામનો રે જીવનમાં, નથી કાંઈ ભાગી જાવું, નથી કાંઈ તૂટી જવું
બનવું છે રે સહભાગી અન્યના રે દુઃખમાં, અન્યના દુઃખમાં નથી કાંઈ રાજી થાવું
સામનાને સામનામાં ધરી ધીરજ, સામનામાં નથી રે કાંઈ એમાં પાછા રે પડવું
કરવું નથી રે કાંઈ ખોટું રે જીવનમાં, જીવનમાં રે ખોટામાં, નથી રે કાંઈ તણાવું
સુખદુઃખને રે જીવનમાં બનાવવા છે રે સાથી, નથી રે એમાં રે કાંઈ તણાઈ જાવું
કુદરતના ક્રમને સમજ્યા છે તો સદા, કુદરતના ક્રમની બહાર, નથી રે જાવું
કરતાને કરતા સામના રે જીવનમાં, નથી રે એમાં રે કાંઈ તણાઈ જાવું
હૈયાંમાં રે બેસાડીને તો પ્રભુને, જીવનમાં, સામનાને સામના કરતા છે રહેવું
આવશે એ કઈ દિશામાંથી, ના કાંઈ એ જાણું, સદા એના કાજે તૈયાર છે રહેવું
ગતિ જીવનની, પૂરબહારમાં રે ચાલતી, નથી એમાં રે કાંઈ વિચલિત થાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)