સાનમાં તું સમજી જાજે, પ્રેમથી તું માની જાજે રે મનવા,
અટપટી ચાલ તારી હવે તો તું છોડી દેજે
સરળ વાતો જીવનની, સરળ રીતો જીવનની,
સરળતાથી જીવનમાં તું અપનાવી લેજે
મળી અશાંતિ ભટકતા તને, શાંત હવે થઈ જાજે,
ફાયદો એનો જરા વિચારી લેજે
રહ્યાં છીએ સાથે, રહેવાના છીએ સાથે,
લાજ હવે તો સંબંધની તું તો રાખી લેજે
ભૂલીશ ના જો સાનભાન તું તારું,
પડશે ભટકવું ને ભટકવું, એટલું તો તું સમજી લેજે
ભટકી ભટકી કરીશ શું તું ભેગું, પહોંચવું છે જ્યાં,
ના પહોંચીશ તું ધ્યાનમાં તું એ રાખી લેજે
નખરા તારા ચલાવ્યા ખૂબ, ચાલ્યા ખૂબ હવે નખરા તારા બધાં,
બંધ હવે તું કરી લેજે
કરીશ તો જેમ કરતો રહ્યો છે જેવું તું, મળ્યું ના કાંઈ, મળશે ના કાંઈ,
એટલું તો સમજી લેજે
રહ્યો છે વેડફી શક્તિ ખોટી તું તારી,
હિસાબ એનો તો ધ્યાનમાં તો તું રાખી લેજે
મારા સાથ વિના તું, તારા સાથ વિના તો હું,
કરી ના શકશું તો કાંઈ, એ તું સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)