થયા હોય બંધ દ્વાર કિસ્મતના, ખોલશે એને બીજું રે કોણ તારા વિના
લાગી ગયા હોય ભાવો ઉપર હૈયે તો તાળા, ખોલશે એને બીજું રે કોણ તારા વિના
અહંના ડુંગર રોકી રહ્યાં હોય દ્વાર જ્યાં, હટાવી શકશે બીજું કોણ એને તારા વિના
શંકાના વાદળો ઘેરાયા જ્યાં હૈયે, વિખેરી શકશે પ્રભુ, બીજું કોણ એને તારા વિના
ઊછળે અનોખા પ્રેમના મોજા રે હૈયે, કરશે શાંત એને રે કોણ તારા વિના
મનમાં લાગી ગયા, અણસમજના તાળા, આપી સમજની ચાવી ખોલશે કોણ તારા વિના
ભક્તિભાવના સુકાઈ જાશે હૈયે રે ઝરણાં, જીવંત રાખશે રે કોણ એને તો તારા વિના
ચિંતાના વાદળ ઘેરાશે જ્યારે જીવનમાં, હટાવશે રે કોણ એને તો તારા વિના
મોહમાયાના પડળ ચડયા છે હૈયે ને આંખ ઉપર, હટાવશે રે કોણ એને તો તારા વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)