હૈયે હરખ ના માય, આજ મારા હૈયે હરખ ના માય
તારું રૂપ હૈયે ગયું એવું સમાઈ, માડી આજ મારા હૈયે હરખ ના માય
તારા દર્શન તરસ્યું હૈયું મારું, મળતા ઝાંખી તારી, એવું હરખાઈ જાય
તારા દર્શનના હરખમાં, આજ હૈયું મારું, એવું ખીલી ખીલી જાય
તારી ને મારી વચ્ચેથી રે માડી, જ્યાં માયાના પડદા હટી જાય
નજરે નજરે જ્યાં તું દેખાતી જાય, હૈયું આનંદે તો છલકાઈ જાય
તારી યાદેયાદમાં તો જ્યાં, આનંદે રુંવેરુંવા ઊભા થઈ જાય
જગની કૃતિઓમાંથી માડી, દર્શન જ્યાં તારા ને તારા મળતાં જાય
તારા ભાવેભાવમાં રે માડી, હૈયું મારું જ્યાં ભીંજાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)