રચ્યા છે રે અનેક વર્તૂળોના ચક્રો, પ્રભુએ આસપાસ તો મારા
છે તોડીને તો એને, બહાર એમાંથી નીકળવાના આવાહન તો એના
બાંધી દીધા છે એનાથી એવા, છે આવાહન તોડીને નીકળવાના મુક્તિના
ઘેરાયેલો છું કામ ક્રોધ મોહ માયાના વર્તુળોથી જીવનમાં સદા
સુખદુઃખના તીરોથી પડશે રે બચવું, વિંધશે જલદી હૈયા એ તારા
અધૂરામાં પૂરા છે ઇચ્છા, વિચારો, શંકાને અહંના જોર જીવનમાં પૂરા
આવા વર્તૂળોથી ઘેરાયેલો છું હું, છે ચઢાણ આવા તો આકરા
મનોબળ વિશ્વાસના સાથ વિના, નીકળવાના સ્વપ્ન રહેશે અધૂરા
સ્વપ્ન સેવ્યા છે જ્યાં મુક્તિના, બંધાઈ બંધનમાં, થાશે ક્યાંથી પૂરા
એક એક વર્તુળોને પડશે રે ભેદવા, બહાર એમાંથી તો નીકળવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)