ઊછળે ના મોજા તો જેમાં જ્યાં, સાગર એ હોતો નથી, સાગર એ કહેવાતો નથી
જન્મે એ તો અંદરને અંદરથી, મોજા ઉછીના તો કાંઈ લેવા પડતા નથી
પ્રેમના મોજા જન્મે અંતરને અંતરમાંથી, એ તો કાંઈ ઉછીના તો મળતા નથી
ભાવના મોજા ઊછળેને ઊછળે તો હૈયાંમાં, કોઈના લાદયા એ તો લદાતા નથી
દયાના મોજા જાગે એ તો અંદરને અંદરથી, બહારથી કોઈ એ તો આપી શકાતા નથી
લાગણીના મોજા જન્મે ને જન્મે એ તો હૈયાંમાંથી, ના કાંઈ બહારથી એ તો અપાતા નથી
સીમા વિનાના પટ તો છે સાગરના મોજા, એના મોજા કાંઈ બહાર તો ઊછળતા નથી
ઊછળે ઊછળે એની અંદર જન્મે એ તો જ્યાં, એમાં પાછા સમાયા વિના એ રહેતા નથી
મનમોજની મસ્તિના મોજા, ઊછળી ઊછળી હૈયાંમાં,સમાયા વિના એમાં રહેવાના નથી
સુખ દુઃખ ને ઉમંગોના મોજા, ઊછળી ઊછળી હૈયાં જીવનમાં, સમાયા વિના રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)