સમજાતું નથી, સમજાતું નથી, જીવનમાં કંઈકને કંઈક તો સમજાતું નથી
મળે ના તાળો જીવનમાં તો જ્યારે, લાગે જીવનમાં તો ત્યારે, સમજાતું નથી
થાતું જાય ઊલટું જીવનમાં જ્યારે, મળે ના કારણ એના, લાગે ત્યારે સમજાતું નથી
સમજ્યાં છતાં, સમજમાં ન આવે જ્યારે, લાગે ત્યારે તો, સમજાયું નથી
છે જે આજે સાથે, દગો દેશે જીવનમાં એ તો ક્યારે, એ સમજાતું નથી
સુખદુઃખના દિવસો રહેશે કેટલા, ખૂટશે એ તો ક્યારે, એ સમજાતું નથી
આવશે વૃત્તિઓમાં પલટો જીવનમાં, ક્યારે ને કેટલો એ સમજાતું નથી
કદી જિંદગીમાં કર્યું કેમને એ તો શાને, કારણ હજી એનું તો સમજાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)