એ દિવસ તો કાંઈ દૂર નથી, એ દિવસ તો કાંઈ દૂર નથી
કરી દીધા સાચી દિશામાં જીવનમાં તો જ્યાં, યત્નો તો શરૂ - એ...
પગલે પગલે મંઝિલ આવશે પાસે, પહોંચવાનો તો મંઝિલે - એ...
રાહે રાહે ચાલ્યા જીવનમાં તો જ્યાં, ઊઠયા ના હૈયે જ્યાં શંકાના સૂર - એ...
પીધા પ્રભુપ્રેમના પ્યાલા જ્યાં હૈયે, બન્યા મસ્ત જીવનમાં જ્યાં એમાં - એ...
બનાવ્યા વિશ્વાસને પ્રેમમાં, હૈયાંમાં તો ભીના જ્યાં એના તો છેડા - એ...
જીવનમાં જ્યાં કાંટા ને કાંકરા બને, પ્રભુપ્રેમમાં તો જ્યાં ફૂલ જેવા - એ...
થાતાંને થાતાં જાશે, વિકારોને વિકારોના શમન જીવનમાં તો જ્યાં - એ...
અસ્તિત્વ મારું ઓગળીને ઓગળી, સમાઈ જાય તો એમાં તો જ્યાં - એ...
થાશે જીવનમાં આ તો જ્યાં, પ્રભુ મિલનનો દિવસ તો કાંઈ દૂર નથી - એ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)