કયા શબ્દોમાં એને રે વધાવશું, કયા ભાવથી એને તો આવકારશું
જાશે હૈયું ત્યારે તો (2) એમાં તો મૂંઝાઈને મૂંઝાઈ
હૈયે જાશે ભાવો ઊભરાઈ ઊભરાઈ, જાશે હૈયું ત્યારે ભાવોથી ભરાઈ
કહેવા ચાહશું તો ઘણું ઘણું, કહેવાશે ના ત્યારે તો કાંઈ
ક્ષણ બે ક્ષણ મૌન જાશે છવાઈ, નજરથી વાતો જાશે ત્યાં તો કરાઈ
પૂર્ણપ્રેમના રહેશે ત્યાં તો શ્વાસો, એ શ્વાસોથી રહેશે હૈયું તો ઊભરાઈ
ના શબ્દો નીકળશે, ના નજર હટી શકશે, હૈયું ભાવથી જાશે ત્યાં ભરાઈ
પ્રેમની આપ લે થાશે ત્યાં તો શરૂ, પ્રેમના તીરો જાશે ત્યાં ટકરાઈ
સ્વર્ગસુખનો મળશે ત્યાં તો સ્વાદ, સ્વર્ગ ભી જાશે ત્યાં તો ભુલાઈ
આનંદ હૈયાંના છુપા ના ત્યાં રહેશે, મૂખ પર ભાવો જાશે એના વરતાઈ
ઉમંગને આનંદની છોળો ત્યાં ઊઠશે, વાતાવરણ આનંદથી જાશે છવાઈ
દૃષ્ટિએ, દૃષ્ટિએ જાશે જ્યાં એ સમાઈ, દૃષ્ટિ જાશે ત્યાં તો બદલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)