આ તો કાંઈ જીવનમાં ભૂલવાની તો કાંઈ વાત નથી (2)
આવ્યા જગમાં તો જ્યાં, મળવાનું છે જગકર્તાને તો એમાં
રોમેરોમે ઋણ છે એના તો જ્યાં, આવ્યા છીએ ચૂકવવા એ તો જગમાં
શ્વાસે શ્વાસે બોલે છે ઊપકાર એના, ઉતારવા છે એને રે જગમાં
કર્મો કર્મોની છે લેણદેણ, વધારવી નથી રે એને જગમાં
પ્રભુ દર્શનની આશ, ભરી ભરી હૈયે, પામ્યા વિના રહેવું નથી જગમાં
છે પ્રભુ એક જ આપણા તો જગમાં, બનવું છે એના તો જગમાં
સંતોષે રહેવું છે રે જીવનમાં સદા, જલવું નથી અસંતોષની આગમાં
રાખવી છે પ્રેમની ધારા રે વહેતી ને વહેતી તો સદા હૈયાંમાં
છે મુક્તિની તો ઝંખના રે હૈયે, મુક્ત બન્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)