નથી તારા વિના, તારી અંદર તો જ્યાં કોઈ બીજું,
છે કોણ એ અંદરથી ઉત્પાત મચાવી રહ્યું
કેમ થયું, એ તો શાને બન્યું,
પડશે તારે ને તારે જીવનમાં સદા એ તો વિચારવું
નથી તારા વિના ત્યાં જો કોઈ બીજું,
જીવનમાં તો આમ તો કેમ એ તો બન્યું
જો છે એ તો ત્યાં તારી ને તારી અંદર,
પડશે તારે ને તારે તો દૂર એને તો કરવું
તારી જાણ બહાર, આવી વસ્યું છે જ્યાં એ તારી અંદર,
પડશે તારે ને તારે દૂર એને તો કરવું
હશે એ તો કેટલા ચાલાક, તારી નજર બહાર,
તારી અંદર આવીને એ તો પ્રવેશ્યું
દીધા આવવા જ્યાં તેં તો એને, થઈ છે હાલત હવે તારી,
તારે એનાથી પડયું છે ઘેરાવું
હવે પડયો છે મૂંઝવણમાં, જ્યાં જીવનમાં તો તું પડશે હવે,
તારે એની સાથે તો લડવું
હવે ખાતો ના દયા એની તો તું, હવે હટાવવા તો એને,
પડશે તારે એની સામે તો લડવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)