જીવનમાં રે, બની જાજે રે તું, બની જાજે રે તું, જીવનનો સાચો સોદાગર
કર્યાં હશે જીવનમાં ભલે રે તેં, નફ-તોટાના સોદા, બની જાજે તું સાચો સોદાગર
છે પાસે તારી મૂડી રે ઘણી, કરજે તું સોદા એવા, આવે ના પસ્તાવાની ઘડી
નીકળ્યો છે જ્યાં કરવા તું મુક્તિનો સોદો, પડશે કિંમત એની તો ચૂકવવી
કરી વિચાર, કરજે જીવનમાં તું સોદા એવા, રહે જે તારી પાસે ને સાથે હરઘડી
ગુમાવ્યા કંઈક મોકા તેં જગમાં, પાલવશે ના, ગુમાવવો મોકો તો આ, આ ઘડી
કરતો ના સોદા તું એવા, વધે ક્યાં પુણ્ય તારું, ક્યાં વધે એમાં પાપ તારું
જોઈએ જીવનમાં જ્યાં ફાયદા તો તારે, સમજી-વિચારી કરવા પડશે આ સોદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)