દર્શન દે, દર્શન દે રે માડી, હવે તો તું દર્શન દે
દર્શન દે, દર્શન દે અરે ઓ દીનદયાળી, હવે તો તું દર્શન દે
મનડું તલસે, હૈયું તો ઝંખે. અરે ઓ દીનદયાળી, હવે તો દર્શન દે
નયનો શોધે રસ્તા તને તો રટે, અરે ઓ દીનદયાળી, હવે તો દર્શન દે
અણુઅણુમાં તને તો ગોતે, રોમેરોમમાં તો વિરહ અગન જલે
દયાની સાગર, કૃપાની સિંધુ, અરે ઓ દીનદયાળી, હવે તો દર્શન દે
પરમ સુખસાગર, શાંતિનો સાગર, અરે ઓ દીનદયાળી, હવે તો દર્શન દે
હે રક્ષણહારી, પરમહિતકારી, અરે ઓ દીનદયાળી, હવે તો દર્શન દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)