લીધું શરણું જીવનમાં જ્યાં ખોટું, મુસીબતોને નોતરું જીવનમાં દઈ દીધું
જીવનમાં શરણું પ્રભુનું છે એક જ સાચું, જીવનમાં ના એ તો બીજું ના એ લીધું
માયાનું શરણું લઈ લઈ ફર્યા જગમાં હૈયે, મુક્તિરસથી વંચિત એ તો રહ્યું
ચડયા સૂર માયાના જીવનમાં તો જેને, ઉપાધિ વિના ના બીજું કાંઈ મળ્યું
વિકારોનું શરણું જીવનમાં જ્યાં લીધું, ઉપાધિ વિના ના એને બીજું મળ્યું
અથડાતા-કુટાતા રહ્યા જીવનમાં એમાં, શરણું તોય એનું તો ના છૂટયું
અવગુણોનાં શરણોમાં જીવન જ્યાં હોમાયું, દુઃખદર્દ વિના બીજું ના કાંઈ મળ્યું
ખાલી ખોટી ખુમારી, ગઈ હૈયે જ્યાં જાગી, જીવન એમાં તો કોતરાતું ગયું
ખોટી વૃત્તિઓનાં શરણોમાં, જીવન જ્યાં ગયું, ખેંચતાણ વિના જીવનમાં ના કંઈ મળ્યું
જીવનમાં વૃત્તિઓના ભોગ જ્યાં બન્યા, જીવન એમાં તો ડામાડોળ બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)