શાંતિ ને ધીરજની વાતો, જીવનમાંથી રે જ્યાં ખૂટી રે જાશે
સમજી લેજો રે જીવનમાં, આપત્તિઓનાં દ્વાર એમાં તો ખૂલી જાશે
ખૂટયા આ બે ગુણો જીવનમાં, જીવન ક્યાં ને ક્યાં ઘસડાઈ જાશે
હરેક ગુણોની જરૂર છે જીવનમાં, આ ગુણો વિના, નકામા એ બની જાશે
અપનાવી લેશે આ ગુણો તું જીવનમાં, ના કોઈ દુઃખી તને કરી શકશે
મંઝિલે પહોંચવા પહેલાં, ના તને તો કોઈ અધવચ્ચે રોકી શકશે
પ્રભુના દરબારમાં પણ, આ બે ગુણોની જરૂર તો વર્તાશે
વહાવી શાંતિ ને ધીરજની ધારા જીવનની, જીવન સુંદર બનાવી શકાશે
છોડવું પડે જીવનમાં બધું, જીવનમાં શાંતિ ને ધીરજને ના છોડજે
આ ધારામાં જોડીને પ્રીતની ધારા, પ્રભુ સાથે તું એક થઈ જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)