કરવાં દર્શન તમારાં રે, પ્રભુજી રે વ્હાલા, હૈયે આશાના દીપક અમે જલાવ્યા
હૈયાની ઊર્મિઓને, પ્રભુજી રે વ્હાલા, દેજો પ્રભુજી રે વ્હાલા, તમારા ચરણના સહારા
અમારા વિચારોનાં મોજાંમાં રાખજો રે વહેતા, પ્રભુજી તમારા વિચારોની ધારા
છીએ અમે પાપી ને પાપી, ધોવા એને વ્હાલા, દેજો તમારી પ્રેમની રે ધારા
જોઈએ ના અમને દર્શન તો બીજાં, પ્રભુજી રે વ્હાલા, જોઈએ દર્શન તો તમારાં
જગસુખની કરવી નથી રે પરવા, ન્હાવું છે જ્યાં, દર્શન સાગરના સુખમાં તમારાં
મારી નજરમાં સમાઈ જાજો રે એવા, મળતાં ને મળતાં રહે પ્રભુજી દર્શન તમારાં
ખોવાઈ જવું છે પ્રભુજી રે વ્હાલા તમારામાં, જાવું છે ભૂલી બીજાં ભાન અમારાં
નંદનવન સમું બની જાશે જીવન અમારું, મળી જાય જો, જીવનમાં દર્શન તમારાં
દેજો દર્શન હવે અમને તો તમારાં, છે દર્શન તમારાં, છે આશના મિનારા અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)