જીવનના યાદના ઝાડમાંથી, ખરતાં ગયાં રે યાદોનાં રે પાંદડાં
જર્જરિત થાતી ગઈ જ્યાં યાદો, ખરી ગયાં ત્યાં એ યાદોનાં તો પાંદડાં
નવપલ્લવિત હતાં જ્યાં એ પાંદડાં, મળ્યા હતા ત્યારે જીવનમાં એના છાંયડા
સંસારતાપમાં જ્યાં એ સુકાઈ ગયાં, ખરતાં ગયાં ત્યાં તો એ પાંદડાં
સંસર્ગ હતો એને જ્યાં ઝાડનો, હતી શોભા ઝાડની ત્યારે એ પાંદડાં
ટકી ગયા જે યાદનાં તો પાંદડાં, ઝૂમી રહ્યાં એનાથી યાદોનાં ઝાડવાં
ખરતાં ને ખરતાં ગયાં જ્યાં એ પાંદડાં, ખીલી ગયાં નવી યાદનાં તો પાંદડાં
દબાતાં ને દબાતાં ગયાં ખરતાં પાંદડાં, ખરતાં ગયાં ઉપર યાદોનાં તો પાંદડાં
ખરી ગયાં જ્યાં બધી યાદોનાં પાંદડાં, ફૂટી ગયાં પૂર્વની યાદનાં પાંદડાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)