Hymn No. 5066 | Date: 09-Dec-1993
|
|
Text Size |
 |
 |
1993-12-09
1993-12-09
1993-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=566
સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી
સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી મથ્યો સમજવા તોય સમજમાં ના આવી, જાય સમજવામાં તોય બાકી રહી જાય ભર્યાં રહસ્યો એમાં એવાં, ઉકેલો એને જ્યાં, નવાં રહસ્યોની વણઝાર ઊભી થઈ જાય સીધીસાદી વાતમાં ભર્યા ઉકેલો ઊંડા, રહસ્યમયનાં રહસ્ય તો છીછરાં દેખાય સીધાસાદા લાગતા પ્રભુ, રહ્યા રહસ્યમય, સૌથી મોટું રહસ્ય તો એ ગણાય ઉકેલવામાં હૈયે જો અહં ખડકાય, અહંનો ઉકેલ તો ત્યાં રહસ્યમય બની જાય ઉકેલો જ્યાં એક રહસ્ય ત્યાં એ આનંદ આપી જાય, વણઉકેલ્યા રહસ્યો મૂંઝવતા જાય ઉકેલતાં રહસ્યો એમાં જો અહં ઓગળી જાય, સર્જનહારની મહાનતા ત્યારે સમજાય ઉકેલ જો મહેનત વિના મળી જાય, કિંમત ઉકેલની ત્યારે તો ના સમજાય કદી કદી ઉકેલ ઉકેલવામાં, સમય વીતી જાય, જીવન એમાં તો ત્યાં ઊકલી જાય સર્જનહાર તો છે રહસ્યથી ભરપૂર જીવન પણ છે, રહસ્યથી ભરપૂર, ખેલ એનો કહેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sarjanahare saraji srishti kevi, mathi mathi
mathyo samajava toya samajamam na avi, jaay samajavamam toya baki rahi jaay
bharya rahasyo ema evam, ukelo ene jyam, navam rahasyoni vanajara ubhi thai jaay
sidhisadi vaat maa bharya ukelo unda, rahasyamayanam rahasya to chhichharam dekhaay
sidhasada lagata prabhu, rahya rahasyamaya, sauthi motum rahasya to e ganaya
ukelavamam haiye jo aham khadakaya, ahanno ukela to tya rahasyamaya bani jaay
ukelo jya ek rahasya tya e aanand aapi jaya, vanaukelya rahasyo munjavata jaay
ukelatam rahasyo ema jo aham ogali jaya, sarjanaharani mahanata tyare samjaay
ukela jo mahenat veena mali jaya, kimmat ukelani tyare to na samjaay
kadi kadi ukela ukelavamam, samay viti jaya, jivan ema to tya ukali jaay
sarjanahara to che rahasyathi bharpur jivan pan chhe, rahasyathi bharapura, khela eno kahevaya
|