છે જરૂર તો મહોબતની જીવનમાં, જીવનનો તો એ પ્રાણ છે
છે મહોબત તો જીવનની કહાની, જીવનમાં એના વિના ખાલી છે
જાગે મહોબત જ્યાં માયામાં, જીવન ત્યારે તો એક ઉપાધિ છે
જાગી મહોબત જ્યાં પ્રભુમિલનની, પ્રભુમિલનની તો એ નિશાની છે
જાગી મહોબત જ્યાં વિકારોમાં, પતનની તો એ પ્યાલી છે
જાગી મહોબત જ્યાં અહંના અહંમાં, જીવન ત્યાં કરુણાની કહાની છે
જાગી મહોબત જ્યાં પુત્ર પરિવારમાં, જીવનના કેદની એ નિશાની છે
જાગી મહોબત જ્યાં પુરુષાર્થમાં, જીવનમાં ઉદ્ધારની એ નિશાની છે
જાગી મહોબત જેને ભક્તિભાવમાં, જીવનમાં પ્રભુના પગથિયાની એ નિશાની છે
જાગી મહોબત જેને કુદરતમાં, જીવનમાં પ્રભુની નજદીકતા અનુભવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)