કહી નથી શકતો તને રે પ્રભુ, કંઈક હૈયાના, કંઈક હૈયાના ગભરાટમાં, કંઈક અહંના તોરમાં
વધી નથી શકતો આગળ જીવનમાં, કંઈક વિનય વિવેકના અભાવમાં, કંઈક તો અભિમાનમાં
ખોયું ઘણું ઘણું રે જીવનમાં, કંઈક તો આળસમાં, કંઈક તો બિનઆવડતમાં
સ્થિર ના રહી શક્યો જીવનના વહેણમાં, કંઈક સમજી ના શક્યો, જીવનને સાચા અર્થમાં
હલી ગયો હું હૈયાના હાથમાં, કંઈક તો નિરાશામાં, કંઈક તો ભાગ્યના મારમાં
ચૂક્યો કંઈક પગથિયાં તો જીવનમાં, કંઈક તણાઈ વિકારોમાં, કંઈક ખોટી આશાઓમાં
દુઃખી ને દુઃખી થાતો રહ્યો જીવનમાં, કંઈક તો કુસંગમાં, કંઈક મોહમાયાના મારમાં
હટતો ગયો વિશ્વાસમાં તો જીવનમાં, કંઈક શંકાના પૂરમાં, કંઈક નિરાશાના જોરમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)