કહ્યું નથી જે મેં મને, કહેવું છે આજ પ્રભુ તો તને, તારા વિના મારો ઉદ્ધાર નથી (2)
ચૂકી ગયો પ્રભુ જીવનમાં તો હું જે, કરાવી દેજે યાદ એ તું તો મને
ખોઈ છે શાંતિ તો જે જીવનમાં, મેળવાવી દેજે પ્રભુ એ તું તો મને
સમજવામાં ને સમજવામાં ગોથાં ખાતો રહ્યો, સમજાવી દેજે એ તું તો મને
જીવનમાં પ્રેમના તો પ્યાલા પીવા છે, પીવરાવી દેજે એ તો તું મને
રોકી રહ્યા છે શત્રુઓ મારા સાધનામાં, એમાં પીછેહઠ ના કરાવજે મને
જીવનમાં રે પ્રભુ, દુઃખદર્દથી ત્રાસિત થાવા ના દેજે તું તો મને
કરું ના ખોટું હું રે જીવનમાં, પ્રભુ કરતાં ખોટું રોકી દેજે તું મને
વિશ્વાસમાં પાછો ના પડું રે જીવનમાં, વિશ્વાસમાં તારજે તું મને
સાથ તારો સદા માગું છું રે પ્રભુ, તારો સાથ રહેવા દેજે રે મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)