એક એક લાખનું છે રે મૂલ રે, પ્રભુના નામનું વેડફી ના નાખજે રે, જીવનના ખોટાં વ્યવહારમાં
નીકળ્યો છે સાચો વેપલો રે જ્યાં તું જીવનમાં,
ઊતરી ના જાતો રે તું ખોટાં વેપારમાં
કરવી છે રે ભેગી જ્યાં જીવનમાં તો તારે,
નાના ખર્ચામાં, નાના વ્યવહારમાં ખર્ચી ના નાખજે
પામવું છે રે ફળ જીવનમાં તો મુક્તિનું રે,
મેળવવા એને, પડશે કરવી મૂડી ભેગી તો જીવનમાં
જીવનમાં માયાના ત્યાગ સાથે તોલજે એને,
બીજું તોલતો ના એની સામે ત્રાજવામાં
થાશે ના બરાબરી એના નામની,
કરતો ના બરાબરી એની, જીવનની કોઈ ચીજમાં
લેતો ને લેતો જાશે નામ જ્યાં પ્રભુનું,
ખર્ચતો ના એને રે તું, જીવનના ખોટાં વ્યવહારમાં
પડશે ના સમજ જીવનમાં બીજી,
પ્રભુ સાચવી લેશે રે ત્યારે, વ્યવહાર બધા જીવનના
ગૂંથાતો ને ગૂંથાતો જાશે જ્યાં પ્રભુના નામમાં,
રહેવા ના દેશે કચાશ પ્રભુ તારા વ્યવહારમાં
વળગી જાશે હૈયે જ્યાં એની મૂડી,
છૂટશે ના આ મૂડી રહેશે પ્રભુ સાથમાં, તારા વ્યવહારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)