વિચાર નથી તો કાંઈ નથી, વિચાર વિનાની તો સૃષ્ટિ નથી
છે આકાર તો તારા વિચારોના, વિચાર વિનાની તો સૃષ્ટિ નથી
હરપળે બદલાતા વિચારોમાં એ, વિચારોની સૃષ્ટિમાં સ્થિરતા હોતી નથી
તણાતા રહ્યા વિચારોમાં ને લાગણીમાં, સૃષ્ટિ લાગણીથી ઊભી થયા વિના રહેતી નથી
વિચારો તાણ્યા વિના કે હચમચાવ્યા વિના જીવનમાં તો રહેતા નથી
વિચારો વિનાનું નથી જીવન, જીવન વિચાર વિના તો જાતું નથી
સ્થિર વિચારો જીવનમાં જીવનને, દિશા દીધા વિના તો રહેતું નથી
વિચારો તો બળ છે જીવનનું, જીવનને ગતિ આપ્યા વિના રહેતું નથી
કર કોશિશો વિચારો ઉપર કાબૂ મેળવવા, એના વિના તો રસ્તો નથી
સુખદુઃખની દિશામાં જીવનને તો એ, લઈ જવા વિના તો રહેતું નથી
વાળજે વિચારોને તું પ્રભુ તરફ, એના વિના જીવનનો તો ઉદ્ધાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)