જીવન તો મર્યાદામાં શોભે છે, જીવન તો મર્યાદામાં શોભે છે
સાગરની ભરતી શોભે છે મર્યાદામાં, વિનાશ નહીંતર એ તો નોતરે છે
દાન તો શોભે છે મર્યાદામાં, ધનભંડાર નહીંતર ના એને પહોંચે છે
વેર ને ઇર્ષ્યા તો મર્યાદામાં શોભે છે, જીવનના પાયા નહીંતર હચમચાવે છે
સાથ ને આશ્રય મર્યાદામાં શોભે છે, પાંગળા નહીંતર એ બનાવે છે
સુખદુઃખ મર્યાદામાં તો શોભે છે, જીવનને વળાંક એમાં તો પૂરો મળે છે
પ્રેમ તો મર્યાદામાં તો શોભે છે, ગાંડપણ નહીંતર એ તો કઢાવે છે
સુંદરતા મર્યાદામાં તો શોભે છે, અભિમાન નહીંતર એનું જગાવે છે
વિનય જીવનમાં મર્યાદામાં શોભે છે, નબળાઈ નહીંતર એ ગણાય છે
તેજ ભી તો મર્યાદામાં શોભે છે, આંખ એમાં નહીંતર અંજાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)