હું કરું છું , હું કરું છું, કરી જીવનમાં, પ્રભુથી મહાન થવાનો ગુનો કરી બેઠો
જીવનમાં એ ગુનાની શિક્ષા, જીવનમાં હું એને, ભોગવતો ને ભોગવતો રહ્યો
કરતો હતેં ચિંતા પ્રભુ તો મારી, બની મહાન, કરી ચિંતા ચિંતામાં હું ડૂબી ગયો
આપવામાં બધું પ્રભુને મહાનતા આડે આવી, પ્રભુને બધું આપી ના શક્યો
જીવનની સરળતાને એમાં, દુઃખદર્દની ગલીમાં, વળાંક એમાં હું દઈ બેઠો
પ્રેમને સ્વાર્થના સ્વાંગમાં ઝબોળીને, જીવનમાં પ્રેમને કલુષિત હું કરી બેઠો
સ્વાર્થ ઘેલો ને ઘેલો જીવનમાં જ્યાં થઈ ગયો, જીવનમાં કંઈક અનર્થ હું કરી બેઠો
મહાનતા ને મહાનતાના કેફમાં જ્યાં હું ડૂબી ગયો, જીવન એમાં હું રગદોળી બેઠો
કર્મોએ ને ભાગ્યે લીલા જ્યાં આદરી, કેફ મારો ત્યાં તો ઊતરી ગયો
પ્રભુની મહાનતા ને મહાનતાનો અહેસાસ, જીવનમાં ત્યારે ત્યાં હું પામી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)