જાળવી નથી શકતો મને તો હું, મને તો તું જાળવી લેજે
તણાતો રહ્યો છું હું પ્રભુ, જીવનમાં મને, તારામાં તું તાણી લેજે
અક્કડ રહ્યો હું જીવનમાં હર પ્રસંગે, તારાં ચરણમાં મને નમાવી દેજે
મૂંઝવણ ને મૂંઝવણમાં રહ્યો છું સદા હું, મૂંઝવણ મારી હરી લેજે
સમજણમાં સદા ખૂટતો રહ્યો છું, સમજણ સાચી મને તું આપી દેજે
પ્રીત સદા તું મને કરતો રહ્યો, તારામાં પ્રીત મને તું જગાવી દેજે
નથી મારી પાસે કાંઈ મારું, રહ્યું હોય જે હાથમાં, બધું તું એ સ્વીકારી લેજે
દેજે ના ભાવ હૈયે જગના તો બીજા, હૈયું મારું તારા ભાવથી ભરી દેજે
જોઈતું નથી કાંઈ બીજું, જોઈએ છે શરણું તારું, ચરણમાં શરણું તારું દઈ દેજે
છું હું તો પ્રભુ, નાનો અમથો જીવ તારો, તારામાં મને તું સમાવી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)