હલી ઊઠયું નથી, પ્રભુના ભાવમાં જ્યાં હૈયું તો તારું
હલી ઊઠશે હૈયું તો પ્રભુનું, તારા ભાવમાં તો ક્યાંથી
ભર્યું ને ભર્યું છે હૈયું, માયાના કાદવથી તો જ્યાં તારું
આવીને વસશે પ્રભુ તારા હૈયામાં, ત્યારે એમાં તો ક્યાંથી
ખોટા ને ખોટા વિચારોથી ભર્યું છે, મનડું તો જ્યાં તારું
ઊઠશે પ્રભુના વિચારો, તારા મનડામાં ત્યારે તો ક્યાંથી
સ્વાર્થ ને સ્વાર્થમાં લપેટાયેલું, રહેશે હૈયું તો જ્યાં તારું
પ્રભુની અમોઘ શાંતિનું પાન, કરશે ત્યારે તો તું ક્યાંથી
ડૂબતું ને ડૂબતું રહેશે માયામાં, તો જ્યાં મનડું તો તારું
પ્રભુના ધ્યાનમાં ત્યારે તો તું, ડૂબી શકીશ તો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)