તારા જીવનના આંગણિયે રે, આવશે રે મહેમાનો
કંઈક હશે રે ગમતા રે, હશે કંઈક તો અણગમતા રે
કંઈક હશે તારા નોતર્યા રે, કંઈક આવશે રે વણનોતર્યા રે
કંઈક દેશે તને સાથ પૂરા રે, કંઈક જગાવી જાશે ઉપાધિઓ રે
કંઈક લાગશે આવે વારંવાર રે, કંઈક લાગશે આવે ના ફરી વાર રે
કંઈકની પડશે સારસગવડ સાચવવી રે, કંઈક હાથ લેવા લાગશે રે
કંઈક વરતશે માલિકની જેમ, કંઈક નમ્ર બનીને તો રહેશે રે
કંઈક નાખશે તો લાંબા ધામા રે, કંઈક આવ્યા શું, ગયા શું કરશે રે
કંઈકમાંથી તને જાણવા મળશે રે, કંઈક તને તો ભડકાવી જાશે રે
કંઈક રહીને આંસુડાં તને પડાવશે રે, કંઈક વિદાય વેળા આંસુડાં પડાવશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)