કરી બેસીશ શું હું તો જીવનમાં, એ કહી નથી શકતો
જ્યાં મને જીવનમાં, મારા ઉપર તો ભરોશો નથી
કરી ના કોશિશ મેં, મને કદી જાણવાની, હું મને જાણી શક્યો નથી
દૃષ્ટિ રહી ફરતી ને ફરતી, બહાર ને બહાર, અંદર દૃષ્ટિ કરી શક્યો નથી
સાચાખોટાંની ભાંજગડમાં પડતો રહ્યો, સાચું શું જાણી શક્યો નથી
અન્યને દૂર રાખવામાં ને રાખવામાં, મારી નજદીક હું પહોંચી શક્યો નથી
રાખ્યા ના કાબૂ વિકારો પર જીવનમાં, તણાયા વિના એમાં રહ્યો નથી
સામનામાં ને સામનામાં તૂટતો રહ્યો જીવનમાં, ટટ્ટાર ઊભો રહી શક્યો નથી
શંકા ને શંકામાં જીવીને જીવનમાં, શંકા હૈયેથી હટાવી શક્યો નથી
મૂંઝારા ને મૂંઝારા ભર્યા છે હૈયામાં, રસ્તો મને એમાં કાંઈ મળતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)