Hymn No. 4564 | Date: 07-Mar-1993
|
|
Text Size |
 |
 |
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી
Re Maadi Tu Kyaiy Dekhati Nathi, Dekhati Nathi, Toye Tara Vina Amane Kyaiy Chen Nathi
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1993-03-07
1993-03-07
1993-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=64
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી સુખના સપના તો અમને આવ્યા કરે, તારી કૃપા વિના રે માડી, પૂરાં એ તો થાતા નથી રહેવું છે જગમાં ને જીવવું છે જગમાં, રાહ જીવનની સાચી, અમને તો સૂઝતી નથી કરતા ને કરતા રહીએ અમે રે જીવનમાં, છીએ થાક્યા અમે, ખબર અમને એની પડતી નથી તારા તેજે તેજે તો જગ સારું પ્રકાશે, ક્યાંય તોયે તું તો માડી, જગમાં દેખાતી નથી કરતા ને કરતા રહીએ નામ યાદ અમે તમારું, દર્શન તારા તોયે માડી અમને થાતા નથી દુઃખ દર્દમાં ખૂબ યાદ આવે રે તું તો, ગોતવી જગમાં તને તો કયાં, એ તો સમજાતું નથી રહેવું છે બે દિન તો જગમાં ને જગમાં, આશા જગની હૈયેથી અમારા, તોયે છૂટતી નથી જાગે ઇચ્છા અમને તારી પાસે રહેવાની, તારી પાસે રે માડી અમારાથી પહોંચાતું નથી કર કૃપા હવે તો તું રે માડી, તારી કૃપા વિના રે માડી, એ તો કાંઈ બનવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maadi tu kyaaya dekhati nathi, dekhati nathi, toye taara veena amane kyaaya chena nathi
sukh na sapana to amane aavya kare, taari kripa veena re maadi, puram e to thaata nathi
rahevu che jagamamati ne jivavum che jagivam, rjachi, suani toani, sjachi nathi
karta ne karta rahie ame re jivanamam, chhie thakya ame, khabar amane eni padati nathi
taara teje teje to jaag sarum prakashe, kyaaya toye tu to maadi, jag maa dekadihati nathi
karta ne karta rahie naam toye toye ame ame taara that, darsha nathi
dukh dardamam khub yaad aave re tu to, gotavi jag maa taane to kayam, e to samajatum nathi
rahevu che be din to jag maa ne jagamam, aash jag ni haiyethi amara, toye chhutati nathi
chase ichchha amane taari paase rahevani, taari paase re maadi amarathi pahonchatu nathi
kara kripa have to tu re maadi, taari kripa veena re maadi, e to kai banavanum nathi
|