રહ્યો જીવનમાં તો તું ત્યાં ને ત્યાં, રહ્યો જીવનમાં તો તું ત્યાં ને ત્યાં
માંડ જીવનમાં તો તું ગણતરી, કરી કરી સરવાળે જીવનમાં તું શું પામ્યો
મુસ્તાક રહ્યો તું જીવનની મહેફિલોમાં, જીવનમાં સમયને તો ના ઓળખ્યો
કર્યાં ઉધામા જીવનમાં તો ઘણા, આખર તો તું, ત્યાં ને ત્યાં રહ્યો
આવ્યો તર્પણ કરવા કર્મોનું, જીવનમાં કર્મો ને કર્મોથી તો બંધાતો રહ્યો
કરી તેજવિહીન જાત્રા જીવનમાં, જીવનમાં અંધારામાં ને અંઘારામાં ભટક્યો
કારણ વિના નુકસાન કર્યાં, અંતે નુકસાનને નુકસાનમાં તો તું રહ્યો
ખાતા ખાતા ભંડાર ભી થાયે ખાલી, તારા પુણ્યનો ભંડાર ખાલી કરતો રહ્યો
જુવાનીના જોમમાં બનીને શૂરો, જીવનમાં ઊંધુંને ચત્તું રહ્યો તું વેતરતો
સહન કરવામાં, કરતો રહ્યો પીછેહઠ, આખર સહન કરવાનો વારો આવ્યો
સુખ, આનંદ, શાંતિના પ્યાલા રહ્યા અધૂરા, આખર અજંપો તું પામ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)