જિંદગી જીવી જાશું જગમાં રે, કોઈ સાથી ને સથવારાના સાથમાં
મળી જાશે રે પ્રભુ, જો તારા નામનો સથવારો, વીતશે એ મીઠાશમાં
દુઃખદર્દ પડશે સહેવાં રે જીવનમાં, પ્રભુ તારા નામમાં, સહેવાશે હળવાશમાં
હશે લાંબી કે ટૂંકી રે યાત્રા, પ્રભુના સથવારામાં, આવશે ના ખ્યાલમાં
હર દિન ને રાત વીતશે પ્રભુના સથવારામાં, જગમાં તો પુરબહારમાં
માગ્યા મળશે જીવનમાં તને તારા સથવારા, મળશે ક્યાંથી બીજા સથવારા
રહી રહી જાશે અટકી, પ્રગતિ જીવનમાં, મળશે સાથ ને સથવારા અધૂરા
છે તૈયાર પ્રભુ તો દેવાને સથવારા, રહેજે તૈયાર લેવાને જીવનમાં એના સથવારા
મળી ગયા જીવનમાં જ્યાં એના રે સથવારા, પડશે ના જરૂર તો બીજા સથવારા
કરજે યત્નો મેળવવા એના રે સથવારા, ભૂલીને જીવનમાં તો બીજા સથવારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)