સહી શકીશ તોફાનો જીવનના જીવનમાં રે પ્રભુ, એક મીઠી નજર તારી જો મળી જાય
કરીશ ના ફરિયાદ જીવનમાં તને રે પ્રભુ, તારા પ્રેમનું બિંદુ જીવનમાં જો મળી જાય
રહી શકીશ ક્યાંથી ઊભો રે જીવનમાં રે પ્રભુ, તારી શક્તિનું બિંદુ જો ના મળી જાય
જીવનમાં સામનાનું ને સામનાનું બળ મળી રહેશે રે પ્રભુ, હૈયે યાદ તારી જો જાગી જાય
દૃષ્ટિએ દૃષ્ટિએ ફરતી રહે જગમાં તો મારી, તારી દૃષ્ટિ બહાર ના એ તો જાય
સહી શકીશ બધું હું તો જીવનમાં રે પ્રભુ, તારો વિયોગ તો ના સહી શકાય
દિન પર દિન, દર્શન વિના વીતતા જાય, વીતે હવે વધુ, હવે એ નહીં સહેવાય
માયાની નજરબંધીમાંથી મુક્તિ ચાહું, નજરબંધી વધુ હવે તો નહીં સહી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)