અરે ઓ સ્વપ્નસેવીઓ, સપનાનાંઓને જીવનમાં કાબૂમાં રાખજો
અરે ઓ પ્રેમનાં પૂજારીઓ, જીવનમાં પ્રેમને સ્વાર્થમાં ના બાંધજો
છે દ્વાર પ્રભુના સહુ કાજે ખુલ્લાં, દ્વાર સહુ માટે ખુલ્લાં રાખજો
દુઃખદર્દની ધારા જગમાં રહે વ્હેતી, વાસ્તવિકતા એ સ્વીકારજો
યત્ને યત્ને આગળ વધાય, જીવનમાં ના એ ભૂલી જાજો
જાણવા છતાં આચરણમાં ના ઊતરે, કરુણતા એને તો જાણજો
સુંદરતાથી ભર્યું છે જગ, વિકારોમાં ડૂબી, હૈયાને સુંદરતાથી વંચિત ના રાખજો
જીવનને નિયંત્રણમાં રાખજો, અતિ નિયમોમાં ના એને બાંધજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)