વળશે શું જીવનમાં તો તારું, દૂર ને દૂર રહીશ કિનારાથી જો તું
યત્નો ને યત્નો વિના રે જીવનમાં, દૂર ને દૂર રહીશ તારા કિનારાથી તું
યત્નો વિના આવશે ના કિનારા પાસે, ખોટાં ખયાલોમાં રહીશ જો તું
કિનારા રહેશે ત્યાં ને ત્યાં, ચાલવા લાગજે એની તરફ તો તું
કરી કરી યત્નો ઊલટા, રાખીશ કિનારાને દૂર ને દૂર તારાથી તો તું
ભરી ભરી એક એક ડગલાં સાચાં, પહોંચીશ કિનારાની પાસે તો તું
જીવનનાં વહેણ તારા ધોઈ ભલે, કિનારા જીવનમાં જોજે એ તો તું
કરતો ના ઉલ્લંઘન નિયમોનું, પહોંચી શકીશ ના કિનારે જીવનમાં તું
મરજીવો બની મોતીડા વીણજે, પરપોટા ઊભા કરતો ના એમાં તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)