અંધારામાં ના રહેતો, અંધારામાં ના રહેતો, અંધારામાં ના રહેતો
કરી છે વ્યવસ્થા જીવનમાં જ્યાં પ્રકાશની, અંધારામાં ના રહેતો
જ્ઞાન પ્રકાશ હૈયે ફેલાવ, અજ્ઞાન હટાવ્યા વિના, જીવનમાં ના રહેતો
સમજણના દીપ જલાવી હૈયે, ગેરસમજને દૂર કર્યાં વિના ના રહેતો
નજરમાં ને હૈયામાં, પ્રભુનાં તેજ ભરી, માયાના અંધકારમાં ડૂબી ના જાતો
નિરાશાના અંધકારમાં ડૂબીને, આશાના દીપક બુઝાવી ના દેતો
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ ભક્તિનો પ્રકાશ, પ્રભુના દ્વારે પહોંચાડયા વિના નહીં રહેતો
વેરાગ્યના ભાવ હૈયામાં ઝીલી, મોહ-માયામાં લોભાઈ ના જાતો
પ્રભુના તેજમાં સમાઈ જાશે તેજ બધાં, ઝીલવા એને, જીવનમાં ના ચૂકતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)