છે જગમાં તો સહુની તો એકસરખી કહાની (2)
છે સહુના જીવનમાં તો, અનુસ્વાર, અલ્પવિરામ ને પૂર્ણવિરામની ફેરબદલી
છે કોઈ જીવન તો વાક્ય મોટું, કોઈ ટૂંકું, છે સમાયેલી એમાં તો કહાની
છે કોઈ અર્થથી ભરેલી કહાની, છે કોઈ છૂટાં વાક્યોની બનેલી કહાની
છે ઘણાને જુદાં જુદાં સપનાંથી ભરેલી, છે સહુના જીવનની એ કહાની
છે સહુના મનમાં ને લાગે છે સહુને, પોતાની મહત્ત્વ ભરેલી કહાની,
છે વૃત્તિ એકસરખી, અન્યની વાતમાં લાગે એમાં શું, લાગે પોતાની જુદી કહાની
છે વિચિત્રતા સહુની, હું ની બદલાતી ને બદલાતી જાય છે કહાની
છે દુઃખદર્દની બૂમ સરખી, દુઃખદર્દથી ભરેલી છે સહુની કહાની
છે જીવનમાં સહુ ઉત્સુક, જીવનમાં તો પોતપોતાની કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)