નથી રસ કોઈને તો કોઈમાં, છે રસ સહુને તો, ખુદ ને ખુદમાં
જ્યાં જીવનરસ તો સુકાય છે, ખુદનો ખુદમાં રસ તો સુકાઈ જાય છે
એક ને એક રસ જીવનમાં કાયમ રહ્યા નથી, નવા રસ તો જાગતા જાય છે
જીવનમાં રસ તો બદલાય છે, જ્યાં રસની ધારા તો બદલાઈ જાય છે
રસની ધારા તો વ્હેતી ને વ્હેતી સહુ, જીવનમાં તો જાય છે
જાગ્યો જ્યાં રસ એક જીવનમાં, જીવનને રસ એ તો ખેંચી જાય છે
રસહીન રહ્યો નથી માનવ, કોઈ ને કોઈ રસ જીવનમાં એના જાગી જાય છે
રસે રસે તો જીવનમાં પ્રકૃતિ માનવની, એમાં તો વરતાઈ જાય છે
રસમાં તો શરમોર તો, પ્રેમરસ ને ભક્તિરસ ગણાય છે
એ રસ જાગે જ્યાં પૂરો હૈયામાં, પ્રભુને ત્યારે તો એ પામી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)