કરવા ચાહિએ જીવનમા ઘણું, થઈ ના શકે જીવનમાં કાંઈ, એ તો મોટી ઉપાધિ છે
બોલીયે ત્યાં તો બફાઈ જાય, જીવનમાં ચૂપ પણ ના રહી શકાય, એ તો મોટી ઉપાધિ છે
પાળવી છે મનોમન તો અહિંસા, મનથી હિંસા તો થાતી જાય, એ તો મોટી ઉપાધિ છે
દુઃખ દર્દ સહેવા છે હસતા હસતા, દુઃખ દર્દના હાયકારા નીકળી જાય, એ તો મોટી ઉપાધિ છે
કરી સંકલ્પ ફુલાઉં ના ફુલાઉં એમાં, ત્યાં એ તો તૂટી જાય, એ તો મોટી ઉપાધિ છે
મૌન બનીને બેસવું છે જીવનમાં, ત્યારે બોલ્યા વિના ના રહેવાય, એ તો મોટી ઉપાધિ છે
જીવનમાં શાંત બનીને બેસવું છે રે જ્યાં, ક્રોધની જ્વાળા ત્યાં ભભૂકી જાય, એ તો મોટી ઉપાધિ છે
માનવ બનીને રહેવું છે રે જગમાં, જીવનમાં રાક્ષસ બની જવાય, એ તો મોટી ઉપાધિ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)