સૂઝ્યું ના જીવનમાં બીજું રે તને, કહેતો રહ્યો સમય બદલાઈ ગયો છે
સમય તો રહે વહેતો ને વહેતો, સદા એ તો બદલાતો ને બદલાતો રહ્યો છે
સમય સાથે રહી ના શક્યો, કહે છે રે શાને, સમય તો બદલાઈ ગયો છે
જો જીવનમાં તો તું, જીવનમાં ક્યારે ને કેવો, તું ને તું તો બદલાઈ ગયો છે
જીવનમાં બધું બદલાતું જાય છે, જીવનમાં જીવનનો પ્રવાહ બદલાઈ ગયો છે
જીવનનું સુરીલું સંગીત જાય છે બદલાઈ, જીવનના સૂર જ્યાં બદલાઈ જાય છે
સમય જ્યાં જેનો અટક્યો, એના સમયનો તો એ અંત ગણાય છે
મૂકી આશા જેણે, ડૂબ્યા જ્યાં નિરાશામાં, અંત આશાનો ત્યાં આવી જાય છે
કર્મના અંત વિના, ભવોભવના ફેરાનો, જગમાં ના અંત આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)