|
View Original |
|
સમજી વિચારી કર્યું ના કાંઈ તો જગમાં
નુકસાન એમાં તો કોને થયું, ફાયદો કોને થયો
પેટ ચોળી કર્યું શૂળ ઊભું તો જ્યાં જીવનમાં
સમયસર લીધા ના રસ્તા કોઈ તો જીવનમાં
રાખ્યાં કાર્યો તો અધૂરાં, પડી જીવનભર આળસમાં
સચ્ચાઈ ભૂલી જીવનમાં, કર્યાં ખોટાં કામો જીવનમાં
કરી ઉપેક્ષા કંઈકની જીવનમાં, રહીને ખોટાં તોરમાં
કરવા જેવું ના કર્યું, ના કર્યું કરવા જેવું અભિમાનમાં
રહી ના શક્યા પ્રભુના ધ્યાનમાં, ડૂબીને જીવનની માયામાં
જીવનને વિકારોમાં તો તણાવા દીધું રે જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)